
2018 સુધીમાં, કરણી સેનાના ત્રણ મુખ્ય જૂથો હતા, લોકેન્દ્ર સિંહ કાલવીની આગેવાની હેઠળની શ્રી રાજપૂત કરણી સેના, અજીત સિંહ મામડોલીની આગેવાની હેઠળની શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સમિતિ અને સુખદેવ સિંહ ગોગામેડીની આગેવાની હેઠળની શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના.

સુખદેવ સિંહ ગોગામેડી પહેલાથી કરણી સેનામાં જોડાયેલા છે, પંરતુ તે ચુરુ જિલ્લામાં વર્ષ 2017માં ગેંગસ્ટર આનંદપાલના થયેલા એન્કાઉન્ટર અને પછી પદ્માવત ફિલ્મના વિરોધ પ્રદર્શન દરમિયાન વધુ ચર્ચામાં આવ્યા હતા.

5 ડિસેમ્બર મંગળવારના રોજ સુખદેવ સિહં ગોગામડીને રાજધાની જયપુરના શ્યામ નગરમાં તેની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી.સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ ગેંગસ્ટર રોહિત ગાદારાના નામથી બનેલા ફેસબુક પેઝ પર હત્યાની જવાબદારી લીધી છે.