
તેમણે લગભગ બે વર્ષ બાદ તેની માતાને આ લગ્ન વિશે જણાવ્યું. ત્યારબાદ ઘણા લાંબા સમય સુધી પરિવારમાં તણાવ રહ્યો હતો. વર્ષ 1997 માં દિયા કુમારીના પરિવારે આ સંબંધને સ્વિકાર્યો હતો. લગ્નને લઈ હોબાળો થવાનું કારણ એ હતું કે તેઓ બંને એક જ ગોત્રના હતા.

દિયા કુમારી અને નરેન્દ્ર સિંહ વચ્ચેનો આ સંબંધ લાંબો સમય સુધી ચાલ્યો નહીં. વર્ષ 2019માં બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા. દિયા કુમારીને ત્રણ સંતાનો છે. બે પુત્રોના નામ છે પદ્મનાથ સિંહ અને લક્ષ્યરાજ સિંહ અને એક પુત્રી ગૌરવી.