
હિંમતનગર શહેરમા આવેલ મહિલા પોલીસ સ્ટેશનનુ બોર્ડ પણ મોડી રાત્રે ફુંકાયેલા ભારે પવનમાં ઉડીને નિચે પડ્યુ હતુ. મોડી રાત્રી દરમિયાન વિસ્તારમાં વાવાઝોડાની માફક ઝડપી પવન ફુંકાયો હતો.

હિંમતનગર અને આસપાસના વિસ્તારના ગાંભોઈ, કાંકણોલ, બેરણા, નવા, બળવંતપુરા, હડિયોલ અને ગઢોડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

મોડી રાત્રી દરમિયાન પવન અને ગાજવીજ સાથે વરસાદ દરમિયાન અનેક વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. હિંમતનગર શહેરમાં પણ અનેક વિસ્તારોમાં વિજપુરવઠો ખોરવાઈ ગયો હતો.
Published On - 8:19 am, Tue, 6 June 23