
1995માં રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાંથી એમફિલની ડિગ્રી મેળવી. રાજકારણમાં આવતા પહેલા તેઓ ખાનગી કંપનીઓમાં પણ કામ કરતા હતા. પરંતુ સુરક્ષાના કારણે રાહુલ ગાંધીએ પોતાનું નામ છુપાવવું પડ્યું હતું.

વર્ષ 2002માં રાહુલ ગાંધી ભારત પરત ફર્યા અને પોતાની ટેક્નોલોજી કન્સલ્ટિંગ કંપનીની સ્થાપના કરી. રાહુલે પોતાની રાજકીય કારકિર્દી 2004માં શરૂ કરી હતી. તેમણે ઉત્તર પ્રદેશમાં તેમના પિતાના મતવિસ્તાર અમેઠીમાંથી પહેલી લોકસભા ચૂંટણી લડી હતી.