
રાજસ્થાનના અજમેરથી પુષ્કરનું અંતર 11 કિલોમીટર છે. જ્યાં દર વર્ષે પુષ્કર મેળાનું આયોજન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ મેળાનો ઈતિહાસ અંદાજે 100 વર્ષ જુનો છે. દર વર્ષેની જેમ આ વખતે પણ આસપાસના ગ્રામીણ ધાર્મિક, લોક સંગીત અને નૃત્ય કરીને હિંદુ સંસ્કૃતિનો જશ્ન મનાવવામાં આવે છે.

જો તમે દિલ્હીથી પુષ્કર મેળા માટે જાઓ છો તો ટ્રેનથી અંદાજે 5 હજાર રુપિયા સુધીનો ખર્ચ આ મેળામાં લાગશે. આમાં ટિકિટ અને ફરવાનો ખર્ચ પણ સામેલ છે. પુષ્કરમાં રોકાવવા માટે ઓછા પૈસામાં લોજ કે પછી હોટલ મળી જાય છે. તેમજ તમને અહિથી રાજસ્થાનના કેટલાક શહેરો જેવા કે જયપુર, જોધપુર જવા માટેની પણ બસ મળી જાય છે.
Published On - 12:31 pm, Fri, 17 November 23