
તમને જણાવી દઈએ કે પ્રો કબડ્ડી 2023માં લીગ સ્ટેજની મેચો અમદાવાદ, બેંગ્લોર, પુણે, ચેન્નાઈ, નોઈડા, મુંબઈ, જયપુર, હૈદરાબાદ, પટના, દિલ્હી, કોલકાતા અને પંચકુલામાં રમાશે. 3 ડિસેમ્બર પ્રો કબડ્ડી લીગ 2023ની મેચ જોઈએ તો, તમિલ થલાઈવાસ વિરુદ્ધ દબંગ દિલ્હી તેમજ ગુજરાત જાયન્ટ્સ વિ બેંગલુરુ બુલ્સની ટક્કર જોવા મળશે.

પ્રો કબડ્ડીની 10મી સીઝન 2 ડિસેમ્બર 2023થી શરુ થઈ છે અને છેલ્લી લીગ મેચ 21 ફેબ્રુઆરી 2024ના રોજ રમાશે. આ સિઝનમાં, લીગ સ્ટેજ 12 અલગ-અલગ શહેરોમાં આયોજિત થવા જઈ રહ્યું છે અને તમામ ટીમો તેમના ઘર આંગણે ચાહકોની સામે રમી શકશે. અમદાવાદમાં કબડ્ડીની ધમાલ 2 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી જોવા મળશે. અને ગુજરાતના લોકો આ મેચનો આનંદ સ્ટેડિયમમાં જઈને પણ લઈ શકે છે.