Sri Lanka Crisis Photo: રાષ્ટ્રપતિ ગોટાબાયા અને પીએમ વિક્રમસિંઘેના ઘર પર કબજો, રસોઈ બનાવતા અને સ્નાન કરતા જોવા મળ્યા પ્રદર્શનકારીઓ

|

Jul 13, 2022 | 12:15 PM

પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના નિવાસસ્થાનો પર કબજો કરી લીધો છે. શ્રીલંકામાં (Sri Lanka Crisis) વિદેશી હૂંડિયામણની અછત છે, જેના કારણે દેશ ઈંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની આવશ્યક આયાત માટે ચૂકવણી કરવામાં અસમર્થ છે.

1 / 9
શ્રીલંકામાં સરકાર વિરોધી પ્રદર્શન રવિવારે પણ ચાલુ છે. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેના નિવાસસ્થાનો પર કબજો કરી લીધો છે. દેશમાં ચાલી રહેલા ખળભળાટ વચ્ચે રાષ્ટ્રપતિ હાલમાં ક્યાં ગાયબ છે? આ અંગે કોઈ જાણકારી મળી નથી.

2 / 9
શ્રીલંકા અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. 22 કરોડની વસ્તી ધરાવતો આ દેશ સાત દાયકાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. શ્રીલંકામાં વિદેશી હૂંડિયામણની અછત છે, જેના કારણે દેશ ઇંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની આવશ્યક આયાત માટે ચૂકવણી કરવામાં અસમર્થ છે. આ સંજોગોમાં ગુસ્સે ભરાયેલા લોકો શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા.

3 / 9
બિલ્ડિંગની અંદરના વિડિયો ફૂટેજમાં સેંકડો પ્રદર્શનકારીઓને રૂમ અને કોરિડોરની અંદર અને મેદાનની બહાર દેખાય છે. કેટલીક વિડિયો ક્લિપ્સમાં મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રપતિ ભવનના સ્વિમિંગ પૂલમાં ડૂબકી મારતા પણ જોવા મળ્યા હતા.

4 / 9
દેશમાં વધી રહેલા આર્થિક સંકટને કારણે રાજપક્ષે પર માર્ચથી રાજીનામું આપવા માટે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. શનિવારના વિરોધ પ્રદર્શન પહેલા શુક્રવારે તેમના નિવાસસ્થાન છોડ્યા પછી રાજપક્ષેનું ઠેકાણું હજુ સુધી જાણી શકાયું નથી. પ્રદર્શન દરમિયાન હજારો સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ કોલંબોમાં રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કર્યો.

5 / 9
વડા પ્રધાન વિક્રમસિંઘે વિરોધ વચ્ચે શનિવારે રાજીનામું આપ્યું હતું. પરંતુ તેમ છતાં પ્રદર્શનકારીઓએ તેમના ઘર પર હુમલો અને તોડફોડ કરી હતી. જે બાદ તેને આગ ચાંપી દેવામાં આવી હતી.

6 / 9
શ્રીલંકાના સેના પ્રમુખ જનરલ શવેન્દ્ર સિલ્વાએ દેશમાં શાંતિ જાળવવા લોકોના સમર્થનની માંગ કરતા રવિવારે કહ્યું કે વર્તમાન રાજકીય સંકટના શાંતિપૂર્ણ સમાધાનની તક હવે ઉપલબ્ધ છે. સિલ્વાએ શ્રીલંકાના તમામ લોકોને દેશમાં શાંતિ જાળવવા માટે સશસ્ત્ર દળો અને પોલીસને સમર્થન આપવા અપીલ કરી હતી.

7 / 9
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ઓફિશિયલ નિવાસસ્થાન પર હુમલો કરનારા સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિના ઘરની અંદરથી લાખો રૂપિયાની વસૂલાત કરવાનો દાવો કર્યો હતો. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક વીડિયોમાં પ્રદર્શનકારીઓ રિકવર થયેલી નોટોની ગણતરી કરી રહ્યા છે.

8 / 9
શ્રીલંકાની સંસદના સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેએ શનિવારે રાત્રે કહ્યું કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ રાજીનામું આપશે. અભયવર્ધનેએ રાજપક્ષે અને વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેના શનિવારે તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી. કાયમી વડા પ્રધાન અને રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં સંસદના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બનશે.

9 / 9
પોલીસે કહ્યું કે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની વહીવટી ઇમારતો પર કબજો જમાવી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે શનિવારે જ્યારે પ્રદર્શનકારીઓએ બિલ્ડિંગ પર હુમલો કર્યો ત્યારે રાષ્ટ્રપતિ રાજપક્ષે રાષ્ટ્રપતિ ભવનમાં હાજર ન હતા.

Published On - 9:26 pm, Sun, 10 July 22

Next Photo Gallery