Gujarati NewsPhoto galleryPotato peel will also enhance your beauty use it like this before throwing it away
તસ્વીરો : બટાકાની છાલ પણ તમારી સુંદરતામાં લગાવશે ચાર ચાંદ, ફેંકતા પહેલા કરજો આ રીતે ઉપયોગ
આપણી મોટાભાગની સમસ્યાઓનો સમાધાન ઘરના રસોઈ ઘર માંથી જ મળી જાય છે. તેમાંથી એક બટાકા પણ છે. જેનો ઉપયોગ કરી આપણે ઘણી સમસ્યાઓનો અંત લાવી શકીએ છીએ. બટાકાને મોટાભાગે અન્ય શાકભાજી સાથે મિક્સ કરીને શાક બનાવવામાં આવે છે.તેનો ઉપયોગ છાલ દૂર કર્યા પછી અને છાલને ફેંકી દીધા પછી થાય છે.પરંતુ શું તમે જાણો છો કે તેની છાલમાં પણ બટાકાની જેમ પોષક તત્વો હોય છે. જી હાં બટાકામાં આયર્ન, કેલ્શિયમ અને અનેક પ્રકારના વિટામીન જોવા મળે છે.જે માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ ચહેરા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
Disha Thakar |
Updated on: Nov 27, 2023 | 11:33 AM
4 / 5
બટાકાની છાલમાં મોટી માત્રામાં આયર્ન હોવાથી તે એનિમિયાથી બચાવવામાં પણ મદદરુપ થાય છે. બટાકાની છાલ શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે પણ મદદરુપ છે.
5 / 5
બટાકાની છાલમાં કેલ્શિયમ અને વિટામીન બી કોમ્પ્લેક્સ પણ નોંધપાત્ર માત્રામાં હોય છે. તેના સેવનથી હાડકાં મજબૂત થાય છે અને શરીર મજબૂત બને છે. તેથી બટાકાની સાથે બટાકાની છાલને પણ આહારમાં સામેલ કરવી જોઈએ.બટાકાની છાલમાં ફાઈબર હોય છે, તેથી તેના સેવનથી પાચનતંત્ર મજબૂત રહે છે. આનાથી તમારે કબજિયાત જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી