
ખાસ કરીને વતનના જિલ્લા પર ફરજ બજાવનારા અને એક જ સ્થળે ત્રણ વર્ષ કરતા વધારે સમયથી બજાવનારા અધિકારીઓની બદલીઓ ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ બદલીઓ કરાશે.

બદલીઓમાં સાઈડમાં રહેલા અને ગાઈડલાઈનને લઈ બદલી થવાની સંભાવનામાં સારી જગ્યાએથી સારી જગ્યાએ જવા માટેના પ્રયાસો ઉત્તરાયણના ઉત્સવ સાથે જ પોલીસ બેડામાં શરુ થયાનો ગણગણાટ છે.

આગામી મહિને વિધાનસભાનું બજેટ સત્ર શરુ થનાર છે. આ દરમિયાન બદલીઓનો તબક્કો હોઈ શકવાની સંભાવનાઓ સૂત્રોમાં વર્તાઈ રહી છે. જેમાં PSI, PI અને DySP અને IPS સ્તરના અધિકારીઓની બદલીઓ થઈ શકે છે.

ખાસ કરીને કેટલાક જીલ્લાઓમાં SP ની જગ્યાઓ ખાલી છે, જેમકે હાલમાં જ આણંદ અને મહેસાણાના SP કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર જવાને લઈ ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. કેટલાક અધિકારીઓ વતનના જિલ્લામાં પણ ફરજ પર હોવાને લઈને પણ તેઓની બદલીઓ થઈ શકે છે.