છત્તીસગઢમાં આ નેતા શોભાવશે CMની ખુરશી, જે PM મોદીથી પણ વધારે વખત રહ્યા છે મુખ્યમંત્રી પદ પર
છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ ભાજપના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી બની ગયા છે. 64 વર્ષીય રમણ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડ્યો છે. જે તેમણે ભાજપના સૌથી લાંબા સમય સુધી મુખ્યપ્રધાન રહીને બનાવ્યો.
1 / 5
વસુંધરા રાજે : વસુંધરા રાજે સિંધિયા રાજસ્થાન રાજ્યના આ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન છે. તેઓ રાજસ્થાનના પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે. રાજેને 1984માં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પછી રાજે 1985-87 વચ્ચે ભાજપ યુવા મોરચા રાજસ્થાનના ઉપાધ્યક્ષ હતા. 1987માં વસુંધરા રાજે રાજસ્થાન પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બન્યા. તેઓ 2 વાર મુખ્યમંત્રી બની ચૂક્યા છે.
2 / 5
PM મોદી : 7મી ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત 12 વર્ષ પૂર્ણ કર્યા છે. નરેન્દ્ર મોદી એ સ્વતંત્ર ભારતમાં જન્મેલા વ્યક્તિ છે. જેઓ 2001 થી 2014 સુધી લગભગ 13 વર્ષ સુધી ગુજરાતના 14મા મુખ્યમંત્રી પદ પર હતા અને અત્યારે તેઓ ભારતના 14મા વડાપ્રધાન બની ગયા છે.
3 / 5
શિવરાજ સિંહ ચૌહાણ : શિવરાજ સિંહ એવા પ્રથમ મુખ્યમંત્રી છે જેમણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ સમય સુધી કાર્યભાર સંભાળ્યો છે. શિવરાજે 13 વર્ષ અને 17 દિવસ સુધી ભારતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે.
4 / 5
ભૈરવ સિંહ શેખાવત : ભૈરવ સિંહ શેખાવત ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા. તેમણે 1977 થી 1980, 1990 થી 1992 અને 1993 થી 1998 સુધી ત્રણ વખત રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.
5 / 5
રમણસિંહ : તેમણે 2003 થી 2018 સુધી 15 વર્ષ સુધી છત્તીસગઢના બીજા અને સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મુખ્યમંત્રી, 1999 થી 2003 સુધી વાજપેયી કેબિનેટમાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી અને 1999 થી રાજનાંદગાંવથી લોકસભાના સભ્ય તરીકે પણ સેવા આપી હતી.