
વિદાય ભોજન સમારંભ દરમિયાન વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આદિવાસી સમુદાયના લોકોને પણ મળ્યા હતા. વિદાય ભોજન દરમિયાન તે લોકો પણ હાજર હતા. આ તસવીરમાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે 25 જુલાઈએ દ્રૌપદી મુર્મુ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. મુર્મુએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિંહાને હરાવ્યા છે. મુર્મુ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે.