Gujarati News Photo gallery | Photos: What did Dilip Joshi's daughter Niyati do so that social media users became fans? Know the reason
Photos: દિલીપ જોશીની દિકરી નિયતિએ કર્યુ કઈંક એવું કે, સોશિયલ મીડિયામાં લોકો કરવા લાગ્યા વખાણ
જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીના ઘણા ચાહકો છે, પરંતુ તાજેતરમાં જ લગ્ન કરનાર તેમની પુત્રી નિયતિના એક પગલાની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે અને લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
1 / 5
લોકપ્રિય ટેલિવિઝન શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'જેઠાલાલ' દિલીપ જોશીની પુત્રી નિયતી જોશીએ 11 ડિસેમ્બર, 2021ના રોજ યશોવર્ધન મિશ્રા સાથે લગ્ન કર્યા છે. લગ્ન મુંબઈની ગ્રાન્ડ તાજમહેલ હોટેલમાં થયા હતા.10 ડિસેમ્બર, 2021ના રોજ નિયતિ જોશીની સંગીત સેરેમની હતી અને દિલીપ જોશીનો દિલ ખોલીને ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની સાથે નિયતિના 'ગ્રે હેર' લુકની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
2 / 5
દિલીપ જોશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિયતિ અને યશોવર્ધનના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નિયતિ સફેદ અને લાલ રંગની બનારસી સિલ્ક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જેને તેણે લાલ બંગડીઓ, લેયર્ડ પર્લ નેકલેસ, મેચિંગ ઈયરિંગ્સ અને માથા પટ્ટી સાથે અદભૂત લુક આપ્યો છે. પરંતુ આ ફોટામાં એક વસ્તુ બધાનું ધ્યાન ખેંચી રહી છે, તે છે નિયતિના સફેદ વાળ.
3 / 5
એકતરફ જ્યાં લોકો પોતાના સફેદ વાળ છુપાવવા માટે જાત જાતના પ્રયત્નો કરે છે ત્યાં નિયતિએ તેના વાળને રંગ્યા વિના, જેમ હતા તેમ રાખ્યા. નિયતી જે રીતે ગર્વથી પોતાની જાતને તેના સફેદ વાળ સાથે, કોઈ પણ જાતની શરમ રાખ્યા વિના રજૂ કરે છે, તે ઘણા લોકો માટે એક નવું ઉદાહરણ છે.
4 / 5
સોશિયલ મીડિયા પર ઘણા ચાહકોએ નિયતિના આ દેખાવ અને આત્મવિશ્વાસથી ભરપૂર હોવા બદલ તેના વખાણ કર્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી, "આને કહેવાય સાદગી... તેમણે તેને આ રીતે જ ઉછેરી છે." તો અન્ય એક ચાહકે લખ્યુ કે, "તમારા સફેદ વાળ બતાવવા અને સામાજિક દબાણને કારણે તેને કલર ન કરવા બદલ આભાર. મને લાગે છે કે આપણે જેવા છીએ તેવી જ રીતે ખુશ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, આપણે જે કરવા નથી માંગતા તે કોઇ પણ જાતના દબાવમાં આવીને પણ ન કરવું"
5 / 5
તમને જણાવી દઈએ કે, નિયતિ અને તેના ભાઈ ઋત્વિકે શરૂઆતથી જ તેમના વાળ પર કંઈપણ લગાવવાનો પ્રયાસ કર્યો નથી. તેણે પોતાનામાં આવેલા બદલાવને ખુલ્લા દિલથી સ્વીકાર્યો છે અને તે જ રીતે દુનિયા સમક્ષ આવવામાં તેમને કોઈ સંકોચ નથી.