
અમદાવાદ શહેરના જાણીતા ટેટુ એક્સપર્ટ રાજુભાઈ જણાવે છે કે નવરાત્રીમાં યંગસ્ટર ટેમ્પરરી ટેટુ બનાવડાવે છે. દાંડિયા, ખેલૈયા, શક્તિ, ત્રિશુલ, ડ્રેસ કોડ વગેરે થીમ ઉપર આધારિત કલરફૂલ ટેટુ બનાવડાવે છે. જેમાં રેડ, ઓરેન્જ, બ્લુ, યેલ્લો, પીન્ક જેવા વાઇબ્રન્ટ કલર યુઝ કરવામાં આવે છે. 15 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના એજ ગ્રુપના લોકો ટેટુ કરાવવાનું વધારે પસંદ કરે છે.

ટેટુ 6 ઇંચ કે 7 ઈંચના હોય છે. કમર, નેક નેપ, નાભિ વગેરે જગ્યાએ 2 ઇંચ કે 3ઇંચના નાના ટેટુઓ બનાવડાવે છે. હાથના કાંડા ઉપર, ખભા ઉપર, પીઠ ઉપર કે કમર ઉપર બનતા ટેટુઓ 3 ઈંચથી 6-7 ઇંચ હોય છે.

ટેમ્પરરી ટેટુ વિવિધ રીતે બનાવવામાં આવે છે. જેમ કે કલર ટેટુ, ગ્લીટર ટેટુ, સ્કેચ ટેટુ, સ્પ્રે ટેટુ. આ ટેટુની કિંમત તેની સાઈઝ અને તેમાં વપરાતા મટીરીયલ ઉપરથી નક્કી કરવામાં આવે છે. ટેટુ બનાવવાનુ 1 ઇંચનો ખર્ચ આશરે 500થી 700 રૂપિયા આવે છે.

જો ટેટુ સિમ્પલ હોય તો 300 થી 1000 રૂપિયા સુધીમાં બને છે. મલ્ટિપલ કલર વપરાયા હોય અને તેની સાઈઝ મોટી હોય તો તેની કિંમત 1,000 થી 3,000 રૂપિયા સુધીની શકે છે.
Published On - 11:58 am, Thu, 19 October 23