કેરળમાં વડાપ્રધાન મોદીના સ્વાગત માટે વરસાદમાં પણ ઉભા રહ્યા લોકો, જુઓ Photos

|

Sep 01, 2022 | 11:16 PM

કેરળની તેમની બે દિવસીય મુલાકાત પર પીએમ મોદીનું કલાડી ખાતે મંદિરના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં વડાપ્રધાને 45 મિનિટ વિતાવી હતી અને પ્રાર્થના કરી હતી. પીએમ મોદીએ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

1 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કેરળમાં હતા, જ્યાં તેમણે "આદિ શંકરા જન્મભૂમિ ક્ષેત્ર" ખાતે પ્રાર્થના કરી હતી. ખાસ વાત એ છે કે વરસાદમાં જ પીએમ મોદીને જોવા માટે તેમના સમર્થકોની ભીડ ઉમટી પડી હતી.

2 / 5
કેરળની તેમની બે દિવસીય મુલાકાત પર પીએમ મોદીનું કલાડી ખાતે મંદિરના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં વડાપ્રધાને 45 મિનિટ વિતાવી હતી અને પ્રાર્થના કરી હતી. પીએમ મોદીએ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

કેરળની તેમની બે દિવસીય મુલાકાત પર પીએમ મોદીનું કલાડી ખાતે મંદિરના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં વડાપ્રધાને 45 મિનિટ વિતાવી હતી અને પ્રાર્થના કરી હતી. પીએમ મોદીએ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

3 / 5
અગાઉ, નેદુમ્બાસરીમાં કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમણે ભારતના આ દાર્શનિક સંતના યોગદાનને યાદ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે શ્રી નારાયણ ગુરુ, ચટ્ટમ્પી સ્વામીકલ અને અયંકલી જેવા ઘણા સંતો અને સમાજ સુધારકોએ કેરળમાંથી આદિ શંકરનો વારસો લીધો.

4 / 5
આદિ શંકરાચાર્ય તેમના 'અદ્વૈત' ફિલસૂફી માટે જાણીતા છે. આદિ શંકરાચાર્યનું જન્મસ્થળ પેરિયાર નદીના કિનારે આવેલું છે.

5 / 5
ગયા વર્ષે નવેમ્બરમાં વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર પરિસરમાં આદિ શંકરાચાર્યની પુનઃનિર્મિત સમાધિમાં આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

Next Photo Gallery