
નવુ પાન કાર્ડ આવતા જૂના પાન કાર્ડનું શું થશે? : જે લોકો પાસે જૂનું પાન કાર્ડ છે તેઓ તેનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. તેમના માટે નવું પાન કાર્ડ મેળવવાની કોઈ ફરજ નથી. તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારી અનુકૂળતા મુજબ નવું ઇ-પાન કાર્ડ મેળવી શકો છો.

QR કોડવાળું પાન કાર્ડ બનાવવા કેટલો ખર્ચ થશે? : જો તમે નવું PAN કાર્ડ બનાવવા માંગો છો, તો તમે તેને 50 રૂપિયા ખર્ચીને બનાવી શકો છો. જો તમારે ફક્ત ઈ-પાન કાર્ડ જોઈએ છે, તો તમે તેને તમારા મેઈલ આઈડી પર મેળવી શકો છો. પરંતુ જો તમે ફિઝિકલ કોપી ઓર્ડર કરવા માંગો છો, તો તમારે તેના માટે 50 રૂપિયા ખર્ચવા પડશે.

શું અપડેટ કરવા માટે પણ પૈસા ખર્ચ થશે? : જો તમે નવું PAN કાર્ડ મેળવો છો અને તેને પછીથી અપડેટ કરો છો, તો કોઈ પૈસા લેવામાં આવશે નહીં. તમે તમારું નામ મોબાઈલ નંબર, જન્મ તારીખ અથવા સરનામું ફ્રીમાં અપડેટ કરી શકો છો. તમે આ સુવિધા ઓનલાઈન મેળવી શકશો.
Published On - 1:13 pm, Thu, 28 November 24