પાલનપુરના પ્રસિદ્ધ યાત્રાધામ બાજોઠીયા મહાદેવની 27 ફૂટ ઉંચી શિવજીની મૂર્તિ, જુઓ Photos

શિવરાત્રીના પર્વ પર પાલનપુરનું પ્રસિદ્ધ યાત્રાધામ બાજોઠીયા મહાદેવ ખાતે મોટી સંખ્યામાં ભક્તો મહાદેવને રીઝવવા વિશેષ પૂજા અર્ચના કરે છે.

| Edited By: | Updated on: Mar 01, 2022 | 3:37 PM
4 / 5
આજે શિવરાત્રીના પર્વ પર પાલનપુરનું પ્રસિદ્ધ યાત્રાધામ બાજોઠીયા મહાદેવ ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ની ભીડ જોવા મળી હતી. આજના દિવસે મહાદેવને રીઝવવા લોકો મોટી સંખ્યામાં વિશેષ પૂજા અર્ચના કરી હતી. મંદિર પ્રશાશન તરફ થી પણ દિવસના અલગ અલગ પૂજા અને આરતીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

5 / 5
લોકવાયકા પ્રમાણે આજથી આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે પાંડવોના વન ભ્રમણ દરમિયાન પાંચ પાંડવ અને કુંતી માતા આ વિસ્તારના ગાઢ જંગલ વિસ્તારમાં વિચારતા હતા તે દરમિયાન તેમને આ જગ્યામાં રાત્રિ વિશ્રામ કરેલો. કુંતા માતા તથા પાંડવોને શિવપૂજાનું વ્રત હોય તેથી બાજોટ ઉપર શિવલિંગની સ્થાપના કરી અને શિવ પૂજા કરી. બાજોઠ ઉપર શિવલિંગની સ્થાપના કરેલી હોય આ જગ્યાનું નામ બાજોઠીયા મહાદેવ પડેલું છે.