
પહેલગામ હુમલામાં ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલ પણ શહીદ થયા હતા. તે માત્ર 26 વર્ષના હતા. તે હરિયાણાના રહેવાસી હતા. તેમના લગ્ન 16 એપ્રિલે થયા. નરવાલ કોચીમાં પોસ્ટેડ હતા અને હાલમાં રજા પર હતા.

હુમલામાં માર્યા ગયેલા 16 લોકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આમાં 10 ઘાયલ લોકોના નામ પણ સામેલ છે. હુમલામાં કર્ણાટકના મંજુ નાથ, હરિયાણાના વિનય નરવાલ, યુપીના શુભમ દ્વિવેદી, મહારાષ્ટ્રના દિલીપ જયરામ, નેપાળના સંદીપ અને પ્રદીપ કુમાર, મહારાષ્ટ્રના અતુલ શ્રીકાંત મોને અને સંજય લખનનો સમાવેશ થાય છે.

આ સાથે જમ્મુ અને કાશ્મીરથી સૈયદ હુસૈન શાહ, સુરત ગુજરાતથી હિંમત ભાઈ, કર્ણાટકથી પ્રશાંત કુમાર, મનીષ રંજન, રામચંદ્રમ, શાલિંદર, શિવમ મોગાના નામનો સમાવેશ થાય છે.

ઘાયલોમાં ગુજરાતના વિન્નીભાઈ, માણિક પાટીલ, રિનો પાંડે, મહારાષ્ટ્રના એસ બાલાચંદ્ર, તમિલનાડુના ડૉ. પરમેશ્વરમ, કર્ણાટકના અભિજવમ રાવ, તમિલનાડુના સંત્રુ, ઓડિશાના શશી કુમારી, તમિલનાડુના બાલચંદ્ર, મુંબઈના શોભિત પટેલનો સમાવેશ થાય છે.

આ આતંકવાદી હુમલાથી દુનિયા સ્તબ્ધ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ એક નિવેદન આવ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે, કાશ્મીરથી ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે. આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઉભું છે. અમે માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ અને ઘાયલોના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, આતંકવાદ સામે લડવામાં હું ભારતની સાથે ઉભો છું. હું આ સહયોગને વધુ વધારવા માટે મારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરું છું.

યુએસના ઉપપ્રમુખ જેડી વાન્સે કહ્યું, ઉષા અને હું ભારતના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોમાં આપણે આ દેશ અને તેના લોકોની સુંદરતાથી અભિભૂત થઈ ગયા છીએ. આ ભયાનક હુમલાનો શોક મનાવી રહ્યા છીએ ત્યારે અમારા વિચારો અને પ્રાર્થનાઓ તેમની સાથે છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ પહેલગામ આતંકવાદી હુમલા પર કહ્યું છે કે તે હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપે છે. અમે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. આ હુમલો દેશની એકતા અને અખંડિતતા પર હુમલો કરવાની હિંમત છે.