
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારત બાયોટેકના એમડી કૃષ્ણ ઈલાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારત બાયોટેકના જોઈન્ટ એમડી સુચિત્રા ઈલાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાયક સોનુ નિગમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા છે.