Paavo Nurmi Games: પેરિસ ઓલિમ્પિક પહેલા નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, જીત્યો ગોલ્ડ મેડલ

|

Jun 19, 2024 | 9:09 AM

નીરજ ચોપરા માટે પાવો નુર્મી ગેમ્સમાં ગોલ્ડ જીતવો સરળ ન હતો. નીરજ છેલ્લા કેટલાક સમયથી ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. ઈજામાંથી સાજા થયા બાદ આ તેની પ્રથમ ઈવેન્ટ હતી અને આ ખેલાડીએ શાનદાર વાપસી કરીને ગોલ્ડ જીત્યો હતો.

1 / 7
 જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફરી એકવાર ભારતનું નામ રોશન કર્યું છે. નીરજ ચોપરાએ ફિનલેન્ડમાં ચાલી રહેલી પાવો નુર્મી ગેમ્સમાં પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

2 / 7
નીરજ ચોપરા માટે આ જીત ઘણી મોટી છે, કારણ કે તેણે પહેલીવાર પાવો નુર્મી ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

3 / 7
અગાઉ તેણે 2022 માં આ રમતોમાં ભાગ લીધો હતો, જ્યાં તે બીજા સ્થાને રહ્યો હતો. તે 2024માં આ ઈવેન્ટમાં ભાગ લઈ શક્યો નહોતો.

4 / 7
નીરજ ચોપરા માટે પાવો નુર્મી ગેમ્સમાં ગોલ્ડ જીતવો સરળ ન હતો. નીરજ છેલ્લા કેટલાક સમયથી ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. ઈજામાંથી સાજા થયા બાદ આ તેની પ્રથમ ઈવેન્ટ હતી અને આ ખેલાડીએ શાનદાર વાપસી કરીને ગોલ્ડ જીત્યો હતો. નીરજ ચોપરાની સામે એન્ડરસન પીટર્સ, મેક્સ ડેહનિંગ અને ઓલિવર હેન્ડલર જેવા ખેલાડીઓ હતા.

5 / 7
આ ઉપરાંત ફિનલેન્ડનો ટોની કેરાનેન પણ તેને સખત પડકાર આપવાનો હતો. એવું જ થયું અને નીરજને દરેક તરફથી શ્રેષ્ઠ પડકાર મળ્યો. પરંતુ નીરજ ચોપરાએ તેના ત્રીજા થ્રોમાં 85.97 મીટરના થ્રો સાથે તેના તમામ વિરોધીઓને પાછળ છોડી દીધા હતા. ફિનલેન્ડના જેવલિન થ્રોઅર ટોની કેરાનેન 84.19 મીટરના થ્રો સાથે બીજા ક્રમે રહ્યા હતા.

6 / 7
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા પાસેથી વધુ એક ગોલ્ડની અપેક્ષા છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે અને રમતનો આ મહાન તહેવાર 11 ઓગસ્ટ સુધી ચાલશે.

7 / 7
અહીં પણ નીરજ ચોપરાની નજર ફરી એકવાર ગોલ્ડ મેડલ પર રહેશે. જો તે પેરિસમાં ગોલ્ડ જીતશે તો તે ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની જશે. અત્યાર સુધીમાં પીવી સિંધુ અને સુશીલ કુમારે ઓલિમ્પિકમાં બે મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે.

Next Photo Gallery