
રેડિએશનની શરીરના સ્વાસ્થ્ય પર ઘણી નકારાત્મક અસર પણ થાય છે. સ્માર્ટવોચનો ઉપયોગ 24 કલાક સુધી ન કરવો જોઈએ. જ્યારે જરૂર હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. સ્માર્ટવોચ જે દર્શાવે તેના પર પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ નહીં.

જો તમે ચોવીસ કલાક સ્માર્ટવોચ પહેરો છો, તો તેનાથી ઉત્પન્ન થતા રેડિયેશનથી માથામાં દુખાવો થઈ શકે છે. આવી સ્થિતિમાં સ્માર્ટવોચને લાંબા સમય સુધી પહેરવી જોઈએ નહીં. લોકો મોડી રાત સુધી સ્માર્ટવોચનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે તેમની ઊંઘના સમયમાં ફેરફાર થાય છે. ઊંઘ ન આવવાથી મૂડ સ્વિંગની સમસ્યા પણ થઈ શકે છે.

ઘણા લોકોને પોતાની સ્માર્ટવોચ જોવાની આદત હોય છે. આવુ કરવાથી તેમનું અન્ય કામમાં ધ્યાન રહેતુ નથી. આ તકલીફને બોડી ડિસમોર્ફિયા કહેવામાં આવે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી
Published On - 12:28 pm, Fri, 17 November 23