Overseas friends of bjp લોસ એન્જલસ અને ઈન્ડિયા કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ગાયત્રી મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા અને દેશ અને ગુજરાતની રાજકિય સ્થિતી અંગે ચર્ચા વિચારણા કરી હતી.
Overseas friend of bjp losangeles and indo culture society of North America
TV9 Gujarati | Edited By: Dhinal Chavda |
Updated on: Nov 09, 2022 | 8:35 PM
Overseas friends of bjp લોસ એન્જલસ અને ઈન્ડિયા કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો,જેમા ભાજપના ખેસ ધારણ કરી ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા.
ગાયત્રી મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા અને દેશ અને ગુજરાતની રાજકિય સ્થિતી અંગે ચર્ચા વિચારણા કરી હતી.
આ કાર્યક્રમમાં લોસ એન્જલસથી વિવિધ સંસ્થાઓ જોડાય હતી. સમગ્ર ગુજરાતી સમાજે વિદેશમાં રહીને પણ દેશ રાજકિય સ્થિતીનો ચિતાર મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કેલિફોર્નિયામાં 5 લાખ ગુજરાતી વસે છે. સમગ્ર કેલિફોર્નિયામાં સૌથી વધુ ગુજરાતી સમુદાય અને આ ગુજરાતી સમાજ દરેક તહેવારો અને પ્રસંગો હળી મળી ઉજવે છે, અને દેશનું નામ રોશન કરે છે.
કાર્યક્રમમાં pk નાયક, પરિમલ શાહ, યોગી પટેલ , પ્રણવ દેસાઈ, વિજય પાટીલ રાજેન્દ્ર બોરા ,રાજુ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.