ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાતા અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરબાનું આયોજન, જુઓ ફોટો
યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' જાહેર કરાતાં ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ભદ્રકાળી મંદિર પરિસર ખાતે યોજાયેલા વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, તો રાજયકક્ષા મંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યા.