Ola Electric Scooter : ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં ધરખમ ઘટાડો, S1 X+ સૌથી સસ્તું, જાણો નવી કિંમત

ભારતીય EV માર્કેટમાં મજબૂત સ્પર્ધા છે. નવી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીઓ પણ એન્ટ્રી કરી રહી છે, ત્યારે ઓલાએ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદનારા લોકો માટે આ એક સારી તક છે. ભાવમાં ઘટાડો ઓલાને વધુ સારું વેચાણ હાંસલ કરવામાં મદદ કરી શકે છે.

| Updated on: Feb 18, 2024 | 7:03 PM
4 / 6
કંપનીએ Ola S1 X+થી લઈને S1 Pro મોડલમાં કિંમત ઘટાડી છે. S1 X+ની કિંમતમાં રૂપિયા 25,000નો ઘટાડો કર્યો છે, હવે આ મોડલની કિંમત 84,999 છે. તો  S1 Proમાં 17,500ના ઘટાડા સાથે તેની નવી કિંમત રૂ.1,29,999 છે. તો Ola S1 Airની નવી કિંમત 15,000ના ઘટાડા બાદ રી.1,04,999 છે. આ તમામ કિંમત એક્સ શોરૂમ છે.

5 / 6
Ola S1 Pro સૌથી પાવરફુલ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તેની ટોપ સ્પીડ 120 કિમી પ્રતિ કલાક છે. તે સંપૂર્ણ ચાર્જ પર 195 કિલોમીટરનું અંતર કાપી શકે છે. તો Ola S1 Air એ કંપનીનું બીજું શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તે 90 કિમી/કલાકની હાઈ સ્પીડે દોડી શકે છે. તે સિંગલ ચાર્જ પર 151 કિલોમીટરની રેન્જ આપે છે.

6 / 6
Ola S1 X+નું પ્રદર્શન પણ S1 એર જેવું છે. એકવાર સંપૂર્ણ ચાર્જ કર્યા બાદ આ ઇલેક્ટ્રિક સ્કૂટર પણ 151 કિલોમીટર દોડે છે. તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાકની છે. આ ઓલાનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. (Image - Ola)