હવે તમારુ Laptop નહીં થાય હેન્ગ! આ 5 ટિપ્સની મદદથી વધશે તમારા લેપટોપની સ્પીડ

|

Jul 10, 2022 | 8:42 PM

Laptop Hanging: જો તમારે પણ લેપટોપ હેંગિંગની સમસ્યાનો સામનો કરવો પડે છે તો તમે અહીં કેટલાક એવા ઉપાયો અજમાવી શકો છો, જે તમારી સમસ્યાને દૂર કરી શકે છે. આ ટિપ્સને ફોલો કરવાથી ન માત્ર તમારા લેપટોપની હેંગિંગની સમસ્યા દૂર થશે, પરંતુ તમને અન્ય ઘણી સમસ્યાઓથી પણ છુટકારો મળશે.

1 / 5
રીસ્ટાર્ટ વિકલ્પનો ઉપયોગ કરો: ઘણા લોકો તેમના લેપટોપને ઘણા દિવસો સુધી રીસ્ટાર્ટ કરતા નથી. ઘણી વખત લેપટોપ આપોઆપ સ્લીપ મોડમાં જાય છે, પરંતુ જે કાર્યો તમે બંધ કર્યા નથી, તે બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે. આના કારણે લાંબા સમય સુધી લેપટોપ સ્લો થઈ જાય છે.

2 / 5
એન્ટી વાઈરસનો ઉપયોગ કરોઃ જો તમારું લેપટોપ અપડેટ થયેલું છે પરંતુ તેમ છતા પણ તે સ્લો અને હૈંગ થઈ રહ્યું છે, તો એવું બની શકે છે કે તમારા લેપટોપમાં કોઈ વાયરસ છે. આ સ્થિતીમાં તમે એન્ટી-વાયરસ ડાઉનલોડ કરો અને વાયરસ દૂર કરવા તમારા લેપટોપને સ્કેન કરો. જેથી વાયરસ દૂર થાય.

3 / 5
બિનજરૂરી એપ્સને ડિલીટ કરોઃ તમારા લેપટોપમાં એવી ઘણી એપ્સ હોઈ શકે છે જેનો તમે ઉપયોગ પણ તમે નહીં કરતા હોવ. લેપટોપના 'કંટ્રોલ પેનલ' પર જઈને તમે જાણી શકો છો કે કઈ એપ્સ છે જેની તમને જરૂર નથી અને પછી તમે તેને ડિલીટ કરી શકો છો. તમે કેટલીક એપ્સને અનઇન્સ્ટોલ પણ કરી શકો છો. તેના કારણે તમારુ લેપટોપ વધારે હૈંગ નહીં થાય.

4 / 5
RAM અપગ્રેડ કરો: RAM વધારવાથી લેપટોપની ઝડપ નોંધપાત્ર રીતે વધે છે. 50 હજાર રૂપિયાથી ઓછા બજેટવાળા મોટાભાગના લેપટોપ માત્ર 4GB રેમ સાથે આવે છે. જો તમારે મલ્ટીટાસ્કીંગ કરવું હોય તો 4GB રેમ પૂરતી નથી. તેથી તમારા માટે RAM ને અપગ્રેડ કરવી જરૂરી છે. જેથી તમારુ લેપટોપ વધારે હૈંગ ના થાય.

5 / 5
લેપટોપ અપડેટ્સ : જો તમારા લેપટોપની ઓપરેટિંગ સિસ્ટમમાં વારંવાર સમસ્યા આવી રહી છે, તો સૌથી પહેલા તમારા લેપટોપને અપડેટ કરો. સેટિંગ્સ પર જાઓ અને અપડેટ્સ માટે તપાસો અને નવીનતમ અપડેટ્સ મેળવો. તેનાથી લેપટોપ ફ્રીઝ નહીં થાય અને તમે આ સમસ્યાથી બચી શકો છો.

Next Photo Gallery