હવે બેક્ટેરિયામાંથી વીજળી બનશે, ગ્રીનહાઉસ વાયુઓનું સ્તર ઘટશે

દિન પ્રતિદિન વધી રહેલા પ્રદુષણ અને માથાદીઠ વીજળીના બેફામ વપરાશને પગલે આજે ધરતી પર વીજકાપની સમસ્યા ખુબ વધી ગઈ છે. આ સમસ્યાને નિવારવા માટે નેધરલેન્ડસના (Netherlands) વૈજ્ઞાનિકોને એક મોટી સફળતા મળી છે.

| Edited By: | Updated on: Apr 17, 2022 | 5:54 PM
4 / 5
રેડબાઉડ યુનિવર્સિટીના માઈક્રોલોજિસ્ટે લેબમાં બેક્ટેરિયામાંથી વીજળી તૈયાર કરી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે આ પ્રયોગથી ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો થશે. જર્નલ ફ્રન્ટિયર્સ ઇન માઇક્રોબાયોલોજીમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જણાવાયું છે કે મીથેન ગેસનો ઉપયોગ કેન્ડીડેટસ મેથેનોપેરેડેન્સ નામના બેક્ટેરિયા પર કરવામાં આવ્યો હતો, જે મીઠા પાણીના તળાવોમાં જોવા મળે છે.

5 / 5
સંશોધકો કહે છે, જ્યારે બેક્ટેરિયા મિથેનનો ઉપયોગ કરે છે, ત્યારે તેઓ ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે. તેથી, ઇલેક્ટ્રોડ્સ પર બેક્ટેરિયા વિકસાવવામાં આવ્યા હતા. ઈલેક્ટ્રોનના કારણે વૈજ્ઞાનિકો 31 ટકા મિથેન ગેસને વીજળીમાં રૂપાંતરિત કરી શક્યા. જો કે, વીજળીની કાર્યક્ષમતા વધારવા માટે, વૈજ્ઞાનિકો તેમના પ્રયોગમાં વધુ સુધારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.