
યુએનમાં બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષનો પડઘો પડ્યો: ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. દેશની મોટાભાગની વસ્તી તેની પર નિર્ભર છે. તો જ્યારે વાત દેશની સાથે જોડાયેલા મોટા ઈવેન્ટસની હોય અને ખેતીથી જોડાયેલ ઈવેન્ટને લિસ્ટમાં ના રાખવામાં આવે તો દેશની અર્થવ્યવસ્થા પર પ્રશ્ન ઉભો થાય. કેન્દ્ર સરકારે મોટા અનાજની ખેતીને પ્રોત્સાહન આપવા માટે શ્રી અન્ન યોજનાની શરૂઆત કરી છે. સરકારનું માનવુ છે કે આ યોજના હેઠળ દેશમાં બાજરાની ખેતીથી નાના અને સીમાંત ખેડૂતોની આવકમાં વધારો થશે. વર્ષ 2023ને ભારત દ્વારા એક પ્રસ્તાવ બાદ સંયૂક્ત રાષ્ટ્રએ બાજરા મિશનને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે જાહેર કર્યો છે, જે બાજરા માટે એક વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા ઈચ્છે છે.

ચંદ્રયાન 3 અને આદિત્ય L1ની સફળતા: ભારતે ચંદ્રયાન 3 અને આદિત્ય એલ 1ની સફળતાની ચર્ચા વિશ્વના ખૂણે ખૂણે થઈ રહી છે. ચંદ્રયાન 3 માટે 615 કરોડ, જ્યારે આદિત્ય એલ 1 માટે 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મિશનની સફળતા ના માત્ર વૈજ્ઞાનિક દષ્ટિથી મહત્વની છે પણ દુનિયાને બતાવે છે કે ઓછા ખર્ચની સાથે અંતરીક્ષમાં મિશન સંભાળવુ શક્ય છે. આ મિશનની સફળતા બાદ ઈસરો અન્ય મિશન માટે પણ આગળ કામ કરી રહ્યું છે.

મોટો જીપીને પ્રથમ વખત ભારતે કર્યુ હોસ્ટ: 21થી 25 સપ્ટેમ્બર સુધી ગ્રેટર નોઈડામાં યૂપી ઈન્ટરનેશનલ ટ્રેડ શો અને બાઈક રેસ મોટો જીપીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ શોમાં અલગ અલગ સેક્ટરોના લોકોને પોતાના પ્રોડક્ટસને પ્રદર્શિત કરવાની તક મળી હતી. તેમાં એગ્રિકલ્ચર અને હોર્ટિકલ્ચર, ડિફેન્સ કોરિડોર, ઈન્ફ્રા, મેન્યુફેક્ચરિંગ, ફિલ્મ સેક્ટર, જીઆઈ ટેગ પ્રોડક્ટ, હેન્ડલુમ, હેન્ડીક્રાફ્ટ, આઈ ટી વગેરે સામેલ હતા. અહીંના લોકોને અમેરિકા, ઈટલી, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, જર્મની જેવા અલગ અલગ દેશના પ્રોડક્ટ્સ જોવાની તક મળી.

વિશ્વ કપ 2023નું આયોજન ભારતમાં થયુ: ભારતમાં વિશ્વ કપ 2023નું આયોજન થવાથી કોઈ ગ્રાઉન્ડ પર ફોર અને સિક્સની વરસાદ થઈ, જ્યારે ઈન્ડિયન ઈકોનોમીને પણ શાનદાર બૂસ્ટ મળ્યુ. બેન્ક ઓફ બરોડાના અર્થશાસ્ત્રીઓ મુજબ 2011 બાદ પ્રથમવાર ભારતમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે વિશ્વ કપ 2023નું આયોજન એવા સમયે કરવામાં આવ્યું, જ્યારે દેશમાં ફેસ્ટિવલનો માહોલ ચાલી રહ્યો હતો. જેના કારણે રિટેલ સેક્ટરને ફાયદો થયો. આઈસીસી ક્રિકેટ વિશ્વ કપથી ભારતની ઈકોનોમીને 2.4 અરબ ડોલર એટલે કે 20 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો. ક્રિકેટ ટૂર્નામેન્ટથી ટિકિટોનું વેચાણ, હોટલ, રેસ્ટોરન્ટનો ઉપયોગ થયો. જેના દ્વારા સરકારને મોટી આવક ટેક્સ દ્વારા મળી.
Published On - 5:10 pm, Sun, 10 December 23