New Year 2022 : ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી શરૂ, ઓકલેન્ડ ફટાકડાની રોશનીથી ઝગમગી ઉઠ્યું

|

Dec 31, 2021 | 7:57 PM

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં સૌ પ્રથમ નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ માટે અગાઉથી તૈયારીઓ કરવામાં આવી હતી.

1 / 6
ન્યુઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડે ઓકલેન્ડમાં આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું છે. જો કે, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટને કારણે આ વર્ષની ઉજવણી ઝાંખી પડી ગઈ છે.

2 / 6
લોકડાઉન અને કોરોના વાયરસના કારણે પરેશાન વિશ્વભરના લોકો 2021ને અલવિદા કહેવાની તૈયારી કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડમાં કોરોનાના મામલા સામે આવ્યા બાદ લોકોની નવા વર્ષની યોજનાઓ અવરોધાઈ હતી. આ જ કારણ છે કે આ વખતે ઓકલેન્ડમાં લોકો એકદમ શાંત રીતે ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા.

3 / 6
ન્યુઝીલેન્ડ એ નવા વર્ષની ઉજવણી માટે પ્રથમ સ્થાનો પૈકીનું એક છે. ઓકલેન્ડે સ્કાય ટાવર અને હાર્બર બ્રિજ પર લાઇટિંગ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. જો કે ન્યૂઝીલેન્ડમાં ઓમિક્રોનનો એટલો ખતરો નથી, તેમ છતાં લોકોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે.

4 / 6
નવા વર્ષની ઉજવણી દરમિયાન ઓકલેન્ડમાં સ્કાય ટાવર રોશનીથી ઝળહળતો જોવા મળ્યો હતો.

5 / 6
ન્યુઝીલેન્ડ કોરોનાને કાબૂમાં લેવામાં ઘણી હદ સુધી સફળ રહ્યું છે. અહીં સૌથી ઓછા કોરોના કેસ નોંધાયા છે. આ સિવાય મૃત્યુઆંક પણ ઘણો ઓછો છે. જો કે, ઓમિક્રોન વેરિઅન્ટે અહીં પણ પ્રવેશ કર્યો છે.

6 / 6
ઓમિક્રોન વેરિઅન્ટે સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણીને ઝાંખુ કર્યું છે. ઘણા દેશોમાં પ્રતિબંધો લાગુ હોવાથી લોકોને તેમના મિત્રો અને પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં પણ ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

Next Photo Gallery