
આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં નવા કનેક્શન માટે 1 મહિનો રાહ જોવી પડતી હતી, તે હવે ઘટાડીને 15 દિવસ કરી દેવામાં આવી છે.

જે તે રાજ્યની વીજ વિતરણ કંપનીની વેબસાઇટ પરથી તમે વીજ જોડાણ માટે અરજી કરી શકો છો. તમે નજીકના પાવર હાઉસમાં પણ જઈને અરજી કરી શકો છો.

દરેક રાજ્યમાં વીજ કનેક્શનનો ચાર્જ અલગ-અલગ હોય છે, ગુજરાતમાં ઘર વપરાશ માટેના સીંગલ ફેઈઝ વીજ કનેક્શન માટે 40 રૂપિયા અને થ્રી ફેઈઝ માટે 100 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે.