
મારુતિ ઇ વિટારાને બે બેટરી પેક સાથે લોન્ચ કરી શકાય છે. ઑફ-રોડિંગ માટે AWD વેરિઅન્ટનો પણ સમાવેશ કરવામાં આવશે. તેનું સસ્તું વેરિઅન્ટ 49kWh બેટરી પેક સાથે આવશે, જ્યારે મોંઘું વેરિઅન્ટ 61kWh બેટરી પેકને સપોર્ટ કરશે.

Maruti e Vitara : સિંગલ ચાર્જ રેન્જ - મારુતિ સુઝુકી તેની પ્રથમ ઇલેક્ટ્રિક કારને શાનદાર રેન્જ સાથે રજૂ કરશે. આગામી E Vitara 500 કિમીની સંભવિત સિંગલ ચાર્જ રેન્જ (MIDC) સાથે ઓફર કરી શકાય છે. ભારતમાં તે Tata Curve EV, Mahindra BE 6 અને આગામી Hyundai Creta EV સાથે સ્પર્ધા કરશે.

Maruti Grand Vitara 3 રો : મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારાનું નવું મૉડલ પણ 2025માં લૉન્ચ થઈ શકે છે. આ ગ્રાન્ડ વિટારાનું 3 રોનું વર્ઝન હશે. તેનો વ્હીલબેસ ગ્રાન્ડ વિટારા કરતા લાંબો હોઈ શકે છે. અહેવાલો અનુસાર નવી ગ્રાન્ડ વિટારાનું આગળનું બમ્પર મારુતિ ઇ વિટારા જેવું જ હોવાની અપેક્ષા છે. પેટ્રોલ ઉપરાંત આ SUVને હાઈબ્રિડ ઓપ્શનમાં પણ આપવામાં આવી શકે છે.