
ટ્રાફિક વિભાગ દ્વારા નવતર અભિગમ, પોલીસે ગણપતિનો વેસ ધારણ કરી ટ્રાફિકના નિયમો તેમજ હેલ્મેટ પહેરવા લોકોને આપ્યો સંદેશ

ગણપતિ બાપાએ પહેરાવ્યા વાહન ચાલકોને હેલ્મેટ, મને તો બીજું મસ્તક મળ્યું પણ તમને નહીં મળેના સંદેશા સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની આપી સલાહ

ટ્રાફિક કર્મચારીઓએ ગણપતિ બાપાનો ડ્રેસ પહેરી હેલ્મેટ વગર નીકળતા વાહન ચાલકોને હેલ્મેટ તેમજ મીઠાઈ આપી હેલ્મેટ પહેરવાની અપીલ કરી

આ ઉપરાંત ટ્રાફિક કર્મીઓ અલગ અલગ સ્લોગન સાથે પણ રસ્તા ઉપર ઊભા રહી અને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરી

જે વાહન ચાલકો હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા હતા તેમને રોકી ઢોલ-નગારા સાથે સ્વાગત પણ કરાયું અને હેલ્મેટ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવ્યું