
ગત વર્ષે પણ કામીએ બે વખત માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું હતું. 28મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને, કામી સૌથી વધુ વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર પર્વતારોહક બની ગયો છે. ગયા વર્ષે જ પાસંદ દાવા શેરપાએ પણ 27મી વખત એવરેસ્ટ સર કર્યું હતું,

સેવન સમિટ ટ્રેક્સના વરિષ્ઠ ગાઈડનો જન્મ 17 જાન્યુઆરી 1970ના રોજ થયો હતો. તેના પિતા 1950માં એવરેસ્ટના વિદેશી પર્વતારોહણો માટે શેરપા પણ ગાઈડ હતા. તેમજ તેનો ભાઈ લકપા રીટા પણ એક ગાઈડ છે. જેમણે 17 વખત એવરેસ્ટ પર ચઢાઈ કરી છે.