
સંશોધકોનું કહેવું છે કે સંશોધનના આગળના તબક્કામાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે લીમડાની છાલમાં એવું કયું તત્વ છે જે વાયરસની અસરને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે લીમડાની અસર વાયરસ પર થઈ છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર સંશોધકોનું કહેવું છે કે સંશોધનના પરિણામો દર્શાવે છે કે વર્તમાન મહામારી સામે નવી એન્ટિવાયરલ થેરાપીથી લડી શકાય છે. તે કોરોનાના નવા વેરિઅન્ટના કિસ્સામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.