
નવરાત્રીમાં ચણીયાચોળીની સાથે મોજડી, હાથમાં અને પગમાં પોચાં પહેરવામાં આવે છે. પોચાંમાં પણ અનેક વિવિધતાઓ જોવા મળે છે. પોચાંમાં કચ્છીવર્ક અને જેકો મોતીવર્ક કરવામાં છે. પોચામાં સામાન્ય રીતે કપડા ઉપર જ મોતી, આભલા, ઉનના કલર ફૂલ દોરાઓ વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ પોચા ધોઈને ફરીથી પહેરી શકાય તેવા મટીરીયલમાંથી બનાવવામાં આવે છે. આ પોચાં માર્કેટમાં 1500થી 2000 રુપિયામાં ખરીદી શકાય છે.

કમરબંધ... જે એક એડિશનલ એસેસરીઝ છે. ઘણી યુવતીઓ ચણિયાચોળીની ઉપર કમરબંધ પહેરે છે. આ કમરબંધમાં કચ્છી વર્ક ખૂબ જ ફેમસ છે. તે માટે તેને ખાસ કચ્છમાં હાથથી ભરીને બનાવડાવવામાં આવે છે. કેટલીક યુવતીઓ કમર બંધના કચ્છી વર્કની સાથે આભલા, બોર્ડર પણ કરાવે છે. આ કમર બંધ સાદા ચણીયા ચોળીને એક અલગ જ ટ્રેડિશનલ લુક આપે છે. આ કમરબંધ આશરે 1500થી 2000 સુધીમાં મળી રહે છે.

માંગટીકો અને નથ વગર નવરાત્રીનો ટ્રેડિશનલ લુક અધુરો ગણાય છે. નથ, માંગટીકો, બેંગ્લસ બજારમાં તૈયાર તો મળે જ છે. પરંતુ નવરાત્રીના ચાહકો ચણિયાચોળીના કલર પ્રમાણે અને ડિઝાઈન પ્રમાણે તેને જાતે બનાવડાવે છે. બેંગ્લસ 500થી 1000 રુપિયા, નથ આશરે 200થી 300 રુપિયા અને માંગટીકો 100થી 150 રુપિયામાં મળી રહે છે.