National Games 2022: ગુજરાત હોકીના જનરલ સેક્રેટરી વિજય કર્પેને છે વિશ્વાસ, ગુજરાત 60થી વધુ મેડલ મેળવી ટોપ-5માં આવશે

|

Sep 22, 2022 | 8:00 PM

National games: 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સનું આયોજન પ્રથમ વખત ગુજરાતમાં થઇ રહ્યું છે. ત્યારે ગુજરાત હોકીના જનરલ સેક્રેટરી વિજય કર્પે એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વર્ષે ગુજરાત 60થી વધુ મેડલ મેળવી ટોપ-5માં આવશે.

1 / 5
36મી નેશનલ ગેમ્સનું આયોજન પ્રથમ વખત ગુજરાતમાં થઇ રહ્યું છે, ગુજરાતના ખેલાડીઓ તેમાં સારુ પ્રદર્શન પણ કરી રહ્યા છે. તેવામાં એવી આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષે ગુજરાત પહેલા કરતા સૌથી વધારે મેડલ મેળવશે.

2 / 5
શેફ ડી મિશન, નેશનલ ગેમ લોજીસ્ટીક હેડ અને હોકી ગુજરાતના જનરલ સેક્રેટરી વિજય કર્પે એ તેમના અનુભવ પરથી જણાવ્યુ છે કે,  ગુજરાત રાજ્યની નેશનલ ગેમ્સમાં ઉત્તરોત્તર પ્રગતિની સંભાવનાને જોતાં 36 મી નેશનલ ગેમ્સમાં 60 થી વધુ મેડલ્સની સંભવના સાથે ગુજરાત ટોપ ફાઈવમાં આવી શકે છે.

3 / 5
વર્ષ 2015માં કેરલામાં રમાયેલી નેશનલ ગેમ્સમાં ગુજરાત 10 ગોલ્ડ સહિત 20 મેડલ સાથે 9 માં ક્રમે હતુ, જયારે 2011 માં 28 માં ક્રમે હતુ.

4 / 5
   36 મી નેશનલ ગેમ્સનું હોસ્ટ ગુજરાત છે ત્યારે હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ઉત્કૃષ્ટ દેખાવ ચોક્કસ કરશે, તેવો આશાવાદ વિવિધ રમતગમતના કોચ  દર્શાવી રહ્યા છે. ખેલ મહાકુંભ, ડી.એલ.એસ.એસ. સહિતની પ્રવૃત્તિ તેમજ પ્રોત્સાહક ઇનામ અપાતા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે આકર્ષણ વધ્યુ છે. ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના મેદાન તેમજ કોચની સુવિધા ઉપલબ્ધ બનતા ખેલાડીઓ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

5 / 5
  ગુજરાતના આર્ચરીમાં પ્રેમિલા બારીયા, સ્વિમિંગમાં માના પટેલ, ટેબલ ટેનિસમાં હર્મિત દેસાઈ, લોન ટેનિસમાં અંકિતા રૈના સહિતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ દ્વારા નવી જનરેશન માટે રોલ મોડેલ બની રહ્યા છે. ટેબલ ટેનિસ, લોન ટેનિસ, સ્વિમિંગ, બાસ્કેટ બોલ, વોલીબોલ સહિતની ગેમ્સમાં ગુજરાતી ખેલાડીઓ મેડલ્સ અપાવવા આશાસ્પદ છે.

Published On - 7:59 pm, Thu, 22 September 22

Next Photo Gallery