
નાસા એ ફૂલનો ફોટો પોસ્ટ કરીને લખ્યું છે કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર વેજી ફેસિલિટીના ભાગ રુપે આ જિન્નિયા ફૂલ ઉગાડવામાં આવ્યું છે.

નાસા એ જણાવ્યું કે, વૈજ્ઞાનિક વર્ષ 1970ના દાયકાથી અંતરિક્ષમાં છોડ પર અધ્યયન કરી રહ્યા છે પણ તેનો પ્રયોગ વર્ષ 2015માં અંતરિક્ષ યાત્રી કેજેલ લિંડગ્રેન એ શરુ કર્યો. અમારો સ્પેસ ગાર્ડન માત્ર દેખાડા માટે નથી. ઓર્બિટમાં છોડ કઈ રીતે ઉગાડવા, તે જાણવા અને સમજવા આ પ્રયોગ કરવામાં આવ્યો છે. ચંદ્રમા, મંગળ અને તેની આગળના સ્પેસ મિશનોમાં આ પ્રયોગ મદદગાર સાબિત થશે.