
કોમેડી કિંગ જોની વોકર સૌ ક્રિશ્ચયન સમજતા હશે પરંતુ તેઓ પણ મુસ્લિમ હતા. બહારુદ્દીન જમાલુદ્દીન કાજીએ પોતાનું નામ બદલીને જોની કરી દીધું હતું.

ફિલ્મ શોલેના સૂરમાં ભોપાલીનું પાત્ર નિભાવનાર જગદીપ પણ મુસ્લિમ હતા. તેમનું સાચું નામ સૈયદ ઈશ્તિયાક અહમદ જાફરી હતું. જગદીપે ઘણી હીટ ફિલ્મોમાં નાના મોટા રોલ કર્યા હતા.

રીના રોય તમને યાદ છે? આ હિરોઈન છેલ્લે 2000 માં રેફયુજી ફિલ્મમાં જોવા મળી હતી. રીનાની માતાએ તેનું નામ સાયરા અલીથી બદલીને રીના કરી દીધું હતું.

ખૂંખાર વિલન અજીત પણ હિંદુ નહીં પરંતુ મુસ્લિમ હતા. તેમનું સાચું નામ હામિદ ખાન અલી હતું. તેઓ પણ હવે આ દુનિયામાં નથી રહ્યા.

ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર સંજય ખાનનું અસલી નામ શાહ અબ્બાસ ખાન છે. તેમણે ફિલ્મો માટે પોતાનું નામ બદલ્યું. સંજય પણ લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર હતો.

સંજયની પત્ની માન્યતાનું નામ પણ દિલનવાજ શેખ હતું. માન્યતા ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. આ અભિનેત્રી પણ મુસ્લિમ છે પરંતુ પોતાનું નામ હિંદુનું કરી દીધેલું છે.

ખુબ લોકપ્રિય અભિનેતા મનોજ વાજપેયીની પત્ની પણ મુસ્લિમ છે. તેનું સાચું નામ શબાના રજા છે. જો કે તેને પોતાનું નામ નેહા રાખેલું છે.
Published On - 1:54 pm, Fri, 9 July 21