
મેટ્રો અને આ ટનલ વચ્ચેનો તફાવત શું છે તેવા પણ પ્રશ્નો કેટલાક લોકોને થતાં હશે.ત્યારે જાણવાનું રહ્યું કે, દેશના ઘણા શહેરોમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો ચાલી રહી છે, તેના માટે ટનલ પણ બનાવવામાં આવી હતી, પરંતુ પાણીની નીચે એક પણ ટનલ બનાવવામાં આવી નથી. કોલકાતામાં હુબલીની નીચે એક ટનલ હોવા છતાં તે માત્ર 520 મીટર લાંબી છે. દરિયાની નીચે આ પ્રકારનું બાંધકામ થયું નથી. તેથી આ ટનલ મેટ્રોથી અલગ છે.

આ ટનલ બનાવવા ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ટનલ બોરિંગ મશીન (TBM) અને ન્યૂ ઑસ્ટ્રિયન ટનલિંગ મેથડ (NATM)નો ઉપયોગ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે ટનલ બાંધકામમાં કરવામાં આવશે. વિદેશોમાં આ ટેક્નોલોજી સફળ છે.

બુલેટ ટ્રેન પર એક નજર કરવામાં આવે તો નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમી લંબાઈની ભારતની પ્રથમ હાઈ સ્પીડ રેલ લાઈન બનાવી રહી છે, જેમાંથી 352 કિમીનો રૂટ ગુજરાતના નવ જિલ્લાઓ અને મહારાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી પસાર થશે. આ તમામ આઠ જિલ્લામાં પ્રોજેક્ટનું કામ શરૂ થઈ ગયું છે. આ કોરિડોરમાં 12 સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે.