
મૌની અને સૂરજના લગ્ન 27 જાન્યુઆરી 2022ના રોજ ગોવામાં તેમના પરિવાર અને ખાસ મિત્રોની હાજરીમાં થયા હતા. આ દરમિયાન ઘણા ફિલ્મ અને ટીવી સ્ટાર્સ પણ આ લગ્નમાં હાજરી આપવા માટે ગોવા પહોંચ્યા હતા. જેઓ પહોંચી શક્યા ન હતા તેઓએ સોશિયલ મીડિયા પર કપલને શુભેચ્છા પાઠવી હતી

નાગિન ફેમ અભિનેત્રીના લગ્ન બે વિધિથી સંપન્ન થયા હતા. મૌનીએ સૂરજ સાથે મલયાલી અને બંગાળી રિવાજ પ્રમાણે લગ્ન કર્યાં. બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ અને સુંદર દેખાઈ રહ્યા હતા.