મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ગ્લેમરસ અને બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે. હવે અભિનેત્રીએ લગ્ન પહેલાના તેના કેટલાક ફોટા શેર કર્યા છે જે વાયરલ થઈ રહ્યા છે.
મૌની યલો કલરની બિકીનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તે ટેરેસ પર પૂલ પાસે સૂઈ રહી છે અને આનંદ માણી રહી છે.
તમને જણાવી દઈએ કે, થોડા દિવસોથી મૌની તેના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે. મૌની 27 જાન્યુઆરીએ ગોવામાં બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવા જઈ રહી છે. જો કે, અત્યાર સુધી અભિનેત્રીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
થોડા દિવસો પહેલા મૌનીનો એક ફોટો વાયરલ થયો હતો, જે પૂજા દરમિયાન લેવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે લગ્ન પહેલા મૌનીના ઘરે પૂજા કરવામાં આવી હતી.
આ સિવાય મૌનીએ ગોવામાં જ મિત્રો સાથે બેચલર પાર્ટી પણ કરી હતી. મૌનીના તમામ મિત્રોએ અભિનેત્રી માટે ખાસ મેસેજ લખ્યા હતા. જો કે, આ દરમિયાન કોઈએ મૌનીના લગ્ન વિશે સીધું કંઈ લખ્યું નથી.