
મૌની રોયે આખરે આજે બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા છે. ઘણા સમયથી બંને પોતાના સંબંધોને લઈને ચર્ચામાં હતા.

લગ્ન બાદ મૌનીએ હવે મિસિસ સૂરજ નામ્બિયાર બનીને પહેલી પોસ્ટ પોસ્ટ કરી છે. લગ્નની તસવીરોમાં તમને બંનેના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળશે.

ફોટો શેર કરતી વખતે મૌનીએ લખ્યું કે, 'મે ફાઇનલી એમને શોધી લીધા. પરિવાર અને મિત્રોના આશીર્વાદ સાથે, હાથોમાં હાથ. અમે હવે પરિણીત છીએ. તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.

આ દરમિયાન મૌનીએ સફેદ અને લાલ રંગની સિલ્કની સાડી પહેરી હતી અને તેની સાથે હેવી ગોલ્ડ જ્વેલરી પહેરી હતી.

સૂરજે ઑફ-વ્હાઇટ કલરનો કુર્તા પાયજામા પહેર્યો હતો. બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગતા હતા.