
દ્રષ્ટિને જન્મ આપનાર માતા જ દ્રષ્ટિના નવજીવન માટે આગળ આવ્યા જેને લઈને ગ્રામ જનોએ આ વાતને બિરદાવી હતી. માતા વંદનાબહેન અંગદાન માટે તૈયાર થયા અને દ્રષ્ટિન માટે કિડની ડોનર બન્યા. દીકરી માટે આ મહત્વની વાત હતી કારણ કે માતા વંદનાબહેને દીકરીને ફરી નવજીવન આપ્યું.

મહત્વની વાત છે કે આગળ જતાં હજી પણ સમસ્યાઓ દ્રષ્ટિનો પીછો છોડતી જ ન હતી. કિડની માટે ડોનર તો મળી ગયા. પરંતુ કિડની ટ્રાન્સપ્લન્ટ માટેના ખર્ચાનું શું? કિડની ટ્રાન્સલેટ માટે આશરે 6 લાખ રૂપિયા નો ખર્ચ થતો હતો.

કિડની ટ્રાન્સપ્લાન્ટના ખર્ચને લઈને દ્રષ્ટિ સહિત સમગ્ર પરિવાર ચિંતિત હતો. આ વાત સામાજિક કાર્યકર અને અંગદાન માટે જાગૃતિનું કામ કરનાર દિનેશ બહલ પાસે પહોંચતા જ તેઓ મદદ માટે આગળ આવ્યા. દિનેશભાઈ એ તેમના સંપર્ક વર્તુળ માંથી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેનું ફંડ એકત્રિત કરી આપ્યું.
Published On - 5:14 pm, Fri, 29 September 23