4 / 5
સામાન્ય રીતે કિડની કે પેશાબ ની પથરીઓ શરૂઆત માં ગેસ અથવા ઉલ્ટી જેવા લક્ષણો બતાવતા હોય છે, અને ત્યારબાદ પેટ માં દુઃખાવો, પેશાબ ની બળતરા કે પેશાબ માં લોહી આવવું જેવા લક્ષણો જોવા મળે છે. કિડની માં નાની મોટી પથરીઓ થતી હોય છે અને વધુ પથરી થતાં જ દર્દીઓ બતાવા આવતા હોય છે, આટલી બધી અલગ અલગ પથરીઓ જવલ્લે જ જોવા મળે છે, અને તેમાં પણ આટલી મોટી પથરી હોવા છતાં કિડની બરાબર કામ કરતી હોય તેવું સામાન્ય નથી.