
ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ (OS)નું અપડેટ એક ટાઇમ ડ્યુરેશન સુધી જ મળે છે.સામાન્ય રીતે કંપની ત્રણ વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ આપે છે.લગભગ તે જ તેની એક્સપાયરી ડેટ હોય છે.

જો કંપની તરફથી અપડેટ મળવાનું બંધ કરે તો સ્માર્ટ ફોનને ઘણા લેટેસ્ટ ફીચર્સ મોડેથી મળે છે. સામાન્ય રીતે કંપની પહેલા પોતાના અપડેટ લેટેસ્ટ OS વર્ઝન માટે રોલઆઉટ કરે છે. જો કંપની તરફથી અપડેટ પ્રોવાઇડ કરવામાં ન આવે તો તમારો મોબાઇલ હેકિંગનો શિકાર થઇ શકે છે.

સ્માર્ટ ફોનની એક્સપાયરી ડેટ endoflife.date વેબસાઇટ પર જોઇ શકો છો.અહીં ફોનનો એક્ટિવ સપોર્ટ અને સિક્યોરિટી અપડેટની જાણકારી મળે છે. વોટ્સએપ દર વર્ષે જુના OSથી પોતાનો સપોર્ટ અહીંથી હટાવી લેશે.જો તમારુ OS વધારે જુનુ હશે, તો કદાચ તમે વોટ્સએપનો યુઝ નહીં કરી શકો.
Published On - 12:26 pm, Fri, 8 December 23