
'મેટ્રીઝ'ના રિપોર્ટ મુજબ કોંગ્રેસ 07થી 10 સુધી સીટો હાંસલ કરી શકે છે અને ભાજપ 01થી 02 સીટો પોતાના નામે કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. MNF 17થી 22 સીટો પોતાના નામે કરી તેવી અહેવાલ છે તેમજ ZPM પાર્ટીને 07થી 12 સીટો મળી શકે છે.

'જન કી બાત' એજન્સીના એક્ઝિટ પોલ મુજબ મિઝોરમમાં કોંગ્રેસ 05થી 09 સીટો પોતાના નામે કરી શકે છે તેમજ ભાજપના પક્ષે 02 સીટો રહી શકે છે. વાત કરીએ MNF પાર્ટીને 10થી 14 સીટો મળી શકે છે અને ZPMની 15થી 25 વચ્ચે સીટો રહી શકે છે.