
સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી જુદી જુદી એન્જિનિયરિંગ કોલેજના ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જ્યાં જુદી જુદી કોલેજો ના વિદ્યાર્થીઓએ પોતાની જાતે બનાવેલા ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરના મોડેલ નિષ્ણાતો સમક્ષ રજૂ કર્યા હતા. જે એક આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા હતા. જેના કારણે સાયન્સ સીટી ખાતે એક અલગ માહોલ ઉભો થયો હતો.

ગુજરાત સાયન્સ સિટી ઓડિટોરિયમ ખાતે યોજાયેલી આ સ્પર્ધાનું પરિણામ 22 ઓગસ્ટના દિવસે રજૂ કરાશે. જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને 1 લાખ રૂપિયા સુધીના પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તેમને અમદાવાદના ઈસરો કેન્દ્રમાં ઈન્ટર્નશિપની તક પણ આપવામાં આવશે.