વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણનું ચમત્કારી મંદિર, વર્ષમાં માત્ર 2 વાર જ ખુલે છે દરવાજા

|

Feb 03, 2024 | 9:44 AM

ભારતમાં ઘણા રહસ્યમય મંદિરો આવેલા છે. ઘણા મંદિરો પોતાના ચમત્કારો અને અલૌકિક માન્યતાઓ માટે ખૂબ જ પ્રખ્યાત હોય છે. આ મંદિરોમાંથી એક મંદિર વૃંદાવનમાં પણ છે. જ્યાં ભગવાના દર્શન કરવા માટે ભક્તોને આતુરતાથી રાહ જોવી પડે છે.

1 / 5
ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા શાહજીના આ મંદિર સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે ભારે માત્રામાં લોકોની ભીડ જામે છે. એવું માનવામાં આવે છે કે વૃંદાવનનું આ ચમત્કારી મંદિર ખૂબ જ ખાસ છે.અહીં એક વસંતી રૂમ પણ આવેલો છે. જે વર્ષમાં માત્ર બે વાર જ ખુલે છે.

2 / 5
આ શાહજીનું મંદિર ખાસ કરી વસંત પંચમી અને શ્રાવણ માસની ત્રયોદશીના દિવસે ખુલે છે. જેના પગલે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન કૃષ્ણના શાહજી મંદિરમાં આવે છે.

3 / 5
શાહજી મંદિરનું નિર્માણ ઈ.સ. 1835 માં ભગવાન કૃષ્ણના મોટા ભક્ત કુંદનલાલ શાહ દ્વારા કરવામાં આવ્યુ હતુ.  આ મંદિર સફેદ આરસપહાણથી બનેલું આ ખૂબ જ ખાસ અને સુંદર મંદિર વાસ્તુકલાનું અદ્ભુત ઉદાહરણ માનવામાં આવે છે. મંદિરની ખાસિયત છે કે અહીં બનાવેલા તમામ વાંકાચૂકા થાંભલા એક જ પથ્થરમાંથી બનાવવામાં આવ્યા છે.

4 / 5
વસંત પંચમીના દિવસે મંદિર અંદર આવેલા વસંત રુમને પીળા રંગના ફૂલથી શણગારવામાં આવે છે. તેમજ રુમમાં અલગ- અલગ અરીસાઓથી પણ શણગારવામાં આવે છે.

5 / 5
ભગવાન કૃષ્ણના ભક્તો વસંત પંચમીના દિવસથી હોળીની શરૂઆત કરે છે. જેમાં સૌથી પહેલા ભગવાન કૃષ્ણને ગુલાલ ચઢાવવામાં આવે છે. આ સાથે જ વસંત પંચમીના દિવસે ભગવાનને ફૂલોથી શણગારવામાં આવે છે. શાહજી મંદિરમાં વસંત પંચમીના તહેવારને ખાસ બનાવવા માટે રાધારમણલાલ જીની મૂર્તિને એક દિવસ માટે આ રૂમમાં લાવવામાં આવે છે.

Next Photo Gallery