ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની 3 દિવસીય મલેશિયા મુલાકાત પૂર્ણ, વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે યોજી બેઠક
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ગુજરાત અને મલેશિયા વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સહયોગની તકોને એક્સપ્લોર કરવા અને આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં આમંત્રિત કરવા માટે મલેશિયાની 3 દિવસની મુલાકાતે હતા. જ્યાં તેમણે રિષ્ઠ સરકારી અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના વડાઓ સાથે મુલાકાત કરી.
1 / 5
મુલાકાત દરમિયાન મંત્રી બળવંત સિંહે મલેશિયા સરકારના રોકાણ, વેપાર અને ઉદ્યોગના નાયબમંત્રી H.E લિવ ચિન ટોંગ સાથે બેઠક કરી, જેમાં બંને દેશો વચ્ચે સહકારના સંભવિત ક્ષેત્રો વિશે વાત કરવામાં આવી.
2 / 5
તેમણે મલેશિયામાં ભારતીય હાઈ કમિશનર H.E. બી.એન. રેડ્ડી સાથે મુલાકાત કરી. તેમણે કુઆલાલંપુર વિશેના તેમના અનુભવો શેર કર્યા. મુલાકાત દરમિયાન માનનીય મંત્રીએ બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા વિશે ચર્ચા કરી અને આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
3 / 5
Labor and Employment Minister Balwant Singh Rajput (File)
4 / 5
ગુજરાત અને મલેશિયા વચ્ચે પામ ઓઈલ સેક્ટરની વિવિધ તકો પર ચર્ચા કરી હતી. મહત્વનુ છે કે મુલાકાતના છેલ્લા દિવસે, મંત્રી બળવંતસિંહ રાજપૂતે મલેશિયાના પેનાંગમાં માઈક્રોનની વર્લ્ડ ક્લાસ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત લીધી હતી.
5 / 5
Labor and Employment Minister Balwant Singh Rajput (File)