
મંત્રી બલવંતસિંહ રાજપૂતે GOPIO ખાતે તેમના ઉદ્ઘાટન સંબોધન દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપારી સમુદાય માટે ગુજરાતમાં રહેલી વિવિધ તકો વિશે વાત કરી હતી.

PIO સમુદાયને વડાપ્રધાનના 'વિકસિત ભારત @2047'ના વિઝનને સાકાર કરવા ભાગીદાર બનવા પ્રેરિત કર્યા હતા.

આ પહેલ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી અને ગુજરાતમાં રોકાણની તકો એક્સપ્લોર કરવા માટે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું.

Industries Minister Balwant Singh Rajput (File)

મલેશિયાની મુલાકાતના બીજા દિવસે, મંત્રી બલવંતસિંહ રાજપૂત, વિદેશ મંત્રાલયના રાજ્યમંત્રી રાજકુમાર રંજન સિંહ, મલેશિયાના YB સેનેટર અને ઉદ્યોગ સાહસિકતા અને સહકારી વિકાસના નાયબ મંત્રી સરસ્વતી કંડાસામી, સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.