
મુખ્યમંત્રીએ જણાવ્યુ કે રાજ્યના દરેક જિલ્લામાં વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન થવા જઈ રહ્યુ છે. એકપણ વ્યક્તિ વિકાસ યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે કામે લાગી જવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન તેમના સંબોધનમાં મુખ્યમંત્રીએ રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે રાષ્ટ્ર ચેતનાની ભાવના જાગે તેવો ભાવ વ્યક્ત કર્યો.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે આજનો આ કાર્યક્રમ સેવા, દાન અને વિકાસનો મહાસંગમ છે. આ કાર્યક્રમમાં વિકાસકામોની સાથોસાથ બાળકો, દિવ્યાંગજનો, કિશોરીઓ સહિત જરૂરતમંદોને 30થી40 કરોડની સહાયનું દાન મળ્યુ છે.
Published On - 10:44 pm, Thu, 23 November 23