ચેરાપુંજી નહીં, પરંતુ આ જગ્યાએ પડે છે વિશ્વનો સૌથી વધુ વરસાદ

|

Jul 18, 2024 | 8:00 PM

નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે, ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ પડે છે. જો કે, હવે ચેરાપુંજી બીજા સ્થાને આવે છે. ત્યારે તમને સવાલ થતો હશે કે સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે ? ત્યારે આ લેખમાં અમે તમને એ સ્થળ વિશે જણાવીશું કે, જ્યાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે.

1 / 5
નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે, ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ પડે છે. જો કે, હવે ચેરાપુંજી બીજા સ્થાને આવે છે. ત્યારે તમને સવાલ થતો હશે કે સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે ?

2 / 5
તમને જણાવી દઈએ કે, મેઘાલયમાં માસિનરામ એ એવી જગ્યા છે, જ્યાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. અહીં વર્ષના ભાગ્યે જ અમુક દિવસો એવા હશે કે વરસાદ ન પડતો હોય. ભારતમાં સરેરાશ વરસાદની સરખામણીમાં માસિનરામમાં 10 ગણો વધુ વરસાદ પડે છે.

3 / 5
શિલોંગથી લગભગ 60 કિલોમીટરના અંતરે આવેલ માસિનરામમાં વાર્ષિક સરેરાશ 11,871 મીમી વરસાદ પડે છે. આ શહેરનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ ભેજવાળી જગ્યા તરીકે પણ નોંધાયેલું છે. ચેરાપુંજીમાં માસિનરામ કરતાં 100 મીમી ઓછો વરસાદ પડે છે.

4 / 5
બંગાળની ખાડીની નિકટતા અને જમીનથી 1491 મીટરની ઉંચાઈ આવેલ હોવાથી માસિનરામમાં વર્ષ દરમિયાન ખૂબ ભેજ રહે છે. જેના કારણે સૌથી વધુ વરસાદ પડે છે.

5 / 5
અહીં લોકો હંમેશા વાંસની બનેલી છત્રી પોતાની સાથે રાખે છે. જેને કનુપ કહેવામાં આવે છે. લોકો કામ પર જાય ત્યારે પ્લાસ્ટિક પહેરીને જાય છે. વરસાદને કારણે રસ્તાઓ ઝડપથી ખરાબ થઈ જાય છે. અહીંના લોકોનું જીવન મુશ્કેલીભર્યું છે.

Next Photo Gallery